રાજકોટ તા. ૧૭: સૌ કોઇ આઇટીના જાણકારો અને મીડિયા તજજ્ઞોની કલ્પના બહાર જઇને સોશ્યલ મીડિયાએ આજે યુવાનોને ગજબનું ઘેલું લગાવ્યું છે. ખાસ કરીને ફેસબુક અને વોટસએપ એ તો માજા મુકી છે. ઘણા બધા સર્વે કહે છે કે, ભારતના સરેરાશ યુવાનો રોજના ચાર કલાક આ ફેસબુક અને વોટસએપ ઉપર પોતાનો સમય વિતાવે છે. આમાના ખુબ મોટભાગના લોકો કોઇપણ જાતના કામ કે ધ્યેય વિના માત્ર મનોરંજન અને ટાઇમ પાસ માટે આ ફેસબુક અને વોટસએપનો ઉપયોગ કરે છે. પરંતુ વિસાવદરના સંજય રાઠોડનો ધ્યેય કંઇક અલગ જ છે. તેમણે આ માધ્યમનો એવો તે ઉપયોગ કર્યો કે આજે આખા દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમનું નામ ગુંજતું થઇ ગયું છે. તેમણે સૌ પહેલા ૩૨ લાખ સભ્યોનું ભારતનું સૌથી મોટું અને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું ફેસબુક ગૃપ બનાવી તેમની આગવી કોઠાસૂઝ અને આવડતનો પરીચય આપ્યો હતો.
હવે ફરીથી એ જ સંજય રાઠોડ(મો. ૯૪૨૭૭૩૮૬૪૮)એ ફેસબુકમાં વધુ એક વિક્રમ સ્થાપી દીધો છે અને એ છે સૌથી વધુ ફોલોઅર્સનો વિક્રમ. ફેસબુક સોશ્યલ સાઇટ વિવિધ પ્રકારની ઘણી બધી સર્વિસ પૂરી પાડે છે. જેમકે પેઇજ, પ્રોફાઇલ(આઇ.ડી.), ગૃપ, ઇવેન્ટ, એપ્સ, ગેમ વગેરે, પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ પેઇજ, પ્રોફાઇલ, ગૃપ અને ઇવેન્ટનો થાય છે. પેઇજનો ઉપયોગ હંમેશા મોટી સેલિબ્રિટી, કંપનીઓ અને નેતા કે અભિનેતાઓ કરતા હોય છે. પેઇજની ગણતરી લાઇકમાં થતી હોય છે. જેમાં એ.આર.રહેમાન ૧૪૪ લાખ લાઇક સાથે ભારતમાં સૌથી વધુ લાઇક ધરાવતી સેલિબ્રિટી છે. જ્યારે રાજનેતાઓમાં નરેન્દ્ર મોદી ૫૦ લાખ લાઇક ધરાવે છે. બાકીના તમામ રાજકારણીઓ ૫ લાખથી ઓછા લાઇક ધરાવે છે. પેઇજ બાદ સૌથી વધુ વપરાતી સર્વિસ છે વ્યકિતગત પ્રોફાઇલ(આઇ.ડી.) દરેક વ્યકિતએ ફેસબુકનો ઉપયોગ કરવા માટે પોતાની એક આઇ.ડી. ફરજીયાત બનાવવી પડે છે. જે મેઇલ કે મોબાઇલ નંબર દ્વારા માત્ર ૨ મિનિટમાં સરળતાથી ખોલી શકાય છે. આ સર્વિસનો ઉપયોગ ફેસબુક વાપરતા વિશ્વના તમામ લોકો કરતા હોવાથી તેમાં મિત્રો બનાવવાની મર્યાદા ૫૦૦૦ સુધીની છે. જો કોઇ આઇ.ડી.માં ૫૦૦૦ મિત્રો થઇ ગયા પછી પણ રિકવેસ્ટ આવે તો તે આપોઆપ ફોલોઅર્સમાં કન્વર્ટ થઇ જાય છે. એટલે કે જે તે આઇ.ડી.ના ફોલોઅર્સને તેની તમામ પોસ્ટ તેના વોલ પર જોવા મળે છે.
આજ ફોલોઅર્સની વાત કરીએ તો સંજય રાઠોડે તેના પ્રોફાઈલ (આઈ. ડી.) માં ૫૦૦૦ મિત્રો અને ૭ લાખ ૧૦ હજાર થી વધુ ફોલોઅર્સ જોડી દીધા છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધુ હોવાનો સંજય રાઠોડનો દાવો છે અને રોજના ૩ હજારથી વધુ નવા ફોલોઅર્સ બની રહ્યા છે. જે તેમના આઈ. ડી. ના એડ્રેસ http://www.facebook.com/sanjayvisavadar પર સ્પષ્ટ જોવા મળે છે. તેમની ફેસબુકની વિવિધ સિદ્ધિઓની સંપૂર્ણ વિગતો, રાષ્ટ્રીય ચેનલના ઈન્ટરવ્યુ, પ્રેસ કટીંગ્સ, સરકારના પ્રમાણપત્રો તેમજ આંકડાકીય માહિતી અને તમામ લીંક તેમની વેબસાઈટ www. sanjayrathod.com પર જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ફેસબુકમાં સૌથી મોટુ ગ્રુપ બનાવી ને તે ચર્ચામાં આવેલ હતો ત્યારે ફરીથી આ બીજો રેકોર્ડ સ્થાપીને તેમણે તેને મીડીયા દ્વારા આપવામાં આવેલુ ફેસબુકકીંગ નું બિરૃદ યર્થાથ સાબિત કર્યુ છે.
આમ તો જોકે સોશીયલ ના માધ્યમથી તે ઘણી બધી સામાજીક અને રાજકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. આઈ. ટી. સેલ ગુજરાત ભાજપ (૧ લાખ ૩૨ હજાર સભ્યો), યુથ બીજેપી ગુજરાત (૧ લાખ ૫૦ હજાર સભ્યો) જેવા દોઢથી બે લાખ ના ઘણા અન્ય ગ્રુપનું પણ સફળતાપૂર્વક એડમીન સંભાળે છે. તેમજ યુવાનોમાં સોશિયલ મીડીયાના ફાયદા અને નુકશાન વિશે માહિતી આપવા આત્મીય કોલેજ ટી. એન. રાવ કોલેજ, રાજકોટ અને આઇ. એ. એમ. અમદાવાદ જેવી વિવિધ કોલેજોમાં ફ્રી સેમિનાર પણ કરેલ છે. આ ઉપરાંત મુંબઇ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, મોરબી વિગેરે શહેરોમાં પણ સેમીનારના આયોજન કરેલ હતા. તમારામાં નાની કે મોટી જો કોઇ સ્કીલ કે આવડત હોય તો આ માધ્યમથી તમે અકલ્પનીય રીતે લોકચાહના નામ અને પૈસા પણ મેળવી શકો છો. તમારા નાના મોટા ધંધા રોજગારને પણ આ માધ્યમનો પ્રચાર તરીકે ઉપયોગમાં લઇ અને ધંધાનો વિસ્તાર કરી શકાય છે અને આવનાર સમયમાં સોશિયલ મીડીયા ઓપ્ટીમાઇઝેશન (એસએમઓ) નો ખૂબ ઉપયોગ વધવાનો છે. ત્યારે અત્યારથી જ યુવાનો આ માધ્યમને અપનાવી લેશે તો નોકરી મેળવવામાં તેને ખુબ સરળતા રહેશે અને રાજકીય લોકો એ તો આ સોશિયલ મીડીયાને વહેલામાં વહેલી તકે અપનાવવું પડશે તો જ તેમનું ભવિષ્ય સુરક્ષીત રહેશે. આવુ સંજય રાઠોડનું સ્પષ્ટપણે માનવું છે………………SANJAY RATHOD – DIRECTOR – SOCIAL MEDIA -PR CONSULTANCY
આપ પ્રગતિ કરો . નવા સોપાન સર કરો.જીવનમાં હાસ્ય તમારું રહે સદૈવ વ્હાલું….ને કરો જતન મા ભોમનું. કિરણઅક્ષર સખી.
LikeLike