– ફેસબુક કિંગ સંજય રાઠોડલોકસભાની ચુંટણીઓ પૂર્ણ થઈ અને રીઝલ્ટ પણ આવી ગયા ભાજપા એ કલ્પના પણ નહોતી કરી તેવું પરીણામ લોકોએ આપ્યું અને ૬૮%યુવા મતદારો કે જેઓ ૩૫ વર્ષથી ઓછી ઉમરના છે તેવા યુવાઓએ રેકોર્ડબ્રેક મતદાન કર્યું અને દેશની રાજનીતી ને એક નવી દિશા બતાવી રાજકારણીઓને સમજાવી દીધું કે તે જાતિ – જ્ઞાતિ – પ્રાંત થી ઉપર ઉઠીને મતદાન કર્યું છે, અને ખરા અર્થમાં હવે સાચી લોકશાહીનો ઉદય થયો છે તેવું આપણે આ પરીણામો ઉપરથી કહી શકીએ.
પરંતુ સૌથી મહત્ત્વની બાબત જો ઉઠીને આંખે વળગે તેવી હોય તો એ છે મીડીયા અને સોશ્યલ મિડીયાનો ઉપયોગ. ઇલોક્ટ્રોનિક્સ અને પ્રીન્ટ મીડીયા તો લગભગ મોદીની વિરુધ્ધ જ રહ્યા હતા ગણ્યા ગાઠયાં અખબારો અને ચેનલો મોદીની તરફેણમાં વાત કરતા હતા. બાકી બધા કટટર વિરુધ્ધમાં જ હતા. પણ સદ્દનસીબે તેની અસર આ પરિણામો પર પડી ન હતી. પણ આ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયા સામે જો કોઈએ બાથ ભીડી હોય અને સત્ય દર્શાવવા માટે જો મજબુર કર્યા હોય તો તે હતું “સોશ્યલ મિડીયા”. અને ફેસબુક-ટ્વીટર-વોટ્સ-અપ વાપરતા ૯૫% થી વધુ લોકો મોદીનું સમર્થન અને પ્રચાર કરતા હતા. માઈલો દૂર સુધી કોંગ્રેસનું અસ્તિત્વ આ સોશ્યલ મિડીયામાં હતુ નહીં. કોંગ્રેસના પ્રવકતાઓ અને રાહુલ ગાંધી મોદીની લોકપ્રિયતા વિશે એક જ વાત કહેતા કે તે માત્ર સોશ્યલ મિડીયાની હવા છે પરંતુ આ હવા આંધીની મારફતે તેની ઉપર સવાર થઈ જશે તેની તેઓએ કયાંરેય કલ્પના નહીં કરી હોય પણ એ તેઓની ભુલ હતી. નહીં તો સોશ્યલ મિડીયાએ અન્નાના આંદોલનને જન્મ આપ્યો હતો જો ત્યારે તેમણે શીખ લીધી હોત તો દિલ્હીની હાર ન થાત અને સોશ્યલ મિડીયાથી જ દિલ્હી હાર્યા પછી જો શિખ લીધી હોત તો આજે દેશમાં આવડી મોટી ઐતીહાસીક પરાજય જોવાનો વારો ન આવત.
કોંગ્રેસે સોશ્યલ મિડીયાની તાકાતનો કયારેય સ્વીકાર કરેલ જ નથી. બલ્કે અન્નાના આંદોલન પછી તેમણે પગલા પણ લીધા હતા અને તેની જવાબદારી અજ્ય મારકંડ અને કપીલ સિબ્બલે લીધી હતી. અને ફેસબુક-ગુગલ-વોટ્સ-અપને તે સમયે કાનુનનો દંડો દેખાડી સુપ્રીમ કોર્ટમાં ઢસડી જઈ અને ભારતમાંથી આ વેબસાઈટ ઉપર પ્રતિબંધ લગાવી દેવાના ભરપુર પ્રયત્નો તેઓએ કર્યા હતા અને એ સમયે મને યાદ છે દેશમાં સોશ્યલ મિડીયાના યુઝર્સમાં હાહાકાર મચી ગયો હતો કારણકે બધાના એકાઉન્ટસ કોઈપણ સુચના કે કારણવિના માત્ર સરકારના દબાણથી બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ સદ્દનસીબે જ્યારે અમેરીકાએ લાલ આંખ કરી હતી અને તેમની આ ત્રણેય કંપનીઓ ફેસબુક-ગુગલ-વોટસઅપ ને ખોટી રીતે પરેશાન ન કરવાની ચેતવણી આપી દીધી હતી. આમ ચીન જાપાનની જેમ ભારતમાં પણ ફેસબુક-ગુગલ-વોટસઅપ પર પ્રતિબંધ લગાવી દેવાની કોંગ્રેસે સંપૂર્ણ તૈયારી કરી જ લીધી હતી.
ખેર મોદીને પણ એક વાતનો પુરો વિશ્વાસ હતો કે જો સોશ્યલ મિડીયાને તે તેની સાથે રાખશે તો ભાજપ ને વિજય થતા કોઈ નહી રોકી શકે આથી જ તેમણે તેના ફેસબુક એકાઉન્ટ-સોશ્યલ મિડીયા ના અન્ય તમામ સાઈટસમાં તેની પક્કડ ખુબ અગાઉથી જ બનાવી લીધી હતી. અને બે વર્ષ ના સમય દરમિયાન તેમણે ૧ લાખના ફેસબુક એકાઉન્ટને આજે ૧,૫૦,૪૦,૬૦૪ (દોઢ કરોડ) સુધી પહોંચાડી દીધું છે. જ્યારે રાહુલ ગાંધી ૩,૫૯,૦૫૭ (સાડાત્રણ લાખ) પર છે મનમોહનસિંહ ૪,૬૨,૮૦૨ માં જ્યારે સોનિયા ગાંધી ૧,૩૨,૧૨૫ ફોલોઅર સાથે નરેન્દ્ર મોદિ સામે ખુબ વામણા સાબીત થઇ રહ્યા છે.
હવે ટેકનોલોજીનો સમય આવ્યો છે લોકો મોબાઈલના રૂપમાં કેમેરો-વિડીયો રેકોડર-પોતાનું અખબાર, પોતાનો વિડીયો ચેનલ તેના ખિચ્ચામાં લઈને ચાલે છે. ગમે ત્યારે તે ગમે તેને એકસપોઝ કરી શકે છે. માટે આથી જ આ ચુંટણી દરમિયાન નાનામાં નાની કોંગ્રેસની ભૂલોને પણ સોશ્યલ મિડીયાના યુવાનોએ લાખો કરોડો લોકો સુધી પહોંચાડી દીધી હતી. ગુજરાત વિકાસ મોડલને આ લાખો આઈ.ટી. ના કાર્ય કર્તાઓ એ સમગ્ર દેશ સમક્ષ રાખેલ કોંગ્રેસ ઉપર વિવિધ પ્રકારના જોકસ, ટુચકા, કાર્ટુન, વ્યંગ દ્વારા આક્રામક પ્રહારો આ માધ્યમોથી કરવામાં આવ્યા હતા. ફેસબુક ભાજપની જ સહયોગી કંપની હોય તેવું ચિત્ર ભાજપના સોશ્યલ મિડીયાના કાર્યકર્તાઓએ ઉભુ કરી દીધું હતું.
* ”અબ કી બાર મોદી સરકાર”
* ”કોન્ગ્રેસ મુક્ત ભારત”
* ” એક ભારત શ્રેસ્ઠ ભારત”
જેવા પ્રચલીત સ્લોગન્સ પણ આ પણ સોશ્યલ મિડીયા નીજ દેન છે. ત્યારે કોંગ્રેસ અને અન્ય દળો તેની પારંપારિક જાતિવાદી અને તૃષ્ટિકરણની રાજનિતીને પકડીને બેઠા હતા અને મક્કમપણે માનતા હતા કે તેને આ પણ સોશ્યલ મિડીયા જેવા માધ્યમની કોઈ જરૂર નથી.અને કદાચ આજે પણ માને છે. ત્યારે મોદી માત્ર અને માત્ર સોશ્યલ મિડીયાના સહારે જ તેની તૈયારીઓ કરતા હતા.તે તેના દરેક ઇન્ટરવ્યુ મા કહે છે કે આપણા સદ્નસીબજ છે કે આપણી પાસે આ ”સોશીયલ મીડીયા” છે, નહી તો આમ આદમી નો આવાજ કયારેય કોઇ સાંભળી શકત નહી.
આજે લાગે છે કે આ સોશ્યલ મિડીયાની તાકાતને હજી પણ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોઈપણ ચેનલ કે અખબાર મોદીના વિજયમાં આ માધ્યમના ફાળાને સાવ અવગણી રહ્યું છે અને કોઈપણ જાતની ચર્ચા કયાંય પણ પ્રિન્ટ કે ઈલેકટ્રોનિક મિડીયામાં કરવામાં નથી આવતી. કદાચ તેના અસ્તિત્ત્વ સામે આ સોશ્યલ મિડીયા સવાલ ઉભા કરતું હોય તો મને ખબર નહી?
વેલ હવે ભૂતકાળમાં ડોકિયું કરવાને બદલે વર્તમાનની વાત કરીએ તો તે હાલ મહાવિજયને સોશ્યલ મિડીયા ખૂબ જ ઉત્સાહથી વધાવી રહ્યો છે અને મોદી સારી રીતે જાણે છે કે ઈન્ટરનેટની એક કલીક તેની ઈમેજ બનાવી શકે છે તો એક કલિક તેની ઈમેજ બગાડી પણ શકે છે. એટલા માટે જ વિજય થતાની સાથે જ મોદીએ તેના નામ જોગ લાખો સોશ્યલ મિડીયાના યુવાનોને આભાર માનતા પત્રો મોકલી દીધા છે. અને હજી વધુ સારી રીતે કામ કરવા તે પત્રો મા ઉલ્લેખ કર્યો છે. ટવીટર દ્વારા જ સૌથી પહેલો તેનો અભિપ્રાય આપ્યો હતો કે, “અચ્છે દિન આને વાલે હૈ” એ વાત ચોકકસ છે મોદી આ સોશ્યલ મિડીયામાં અટકાવાને બદલે વધુ આગળ વધારશે અને માત્ર આ એક જ માધ્યમથી તે લોકોની વચ્ચે સતત રહેશે. લોકોને પણ એવું જ લાગશે કે મોદી રોજે રોજના કામકાજની વિગતો તે તેમને રોજ પહોંચાડે છે.
આમ પણ મોદી હાઈટેક ટેકનોલોજીથી જ કામ કરવામાં માને છે. આથી આગામી સમયમાં સ્પષ્ટ છે કે મોદી હવે આ ઇન્ટરનેટ ની દુનીયા ને તેને હાઈટેક બનાવી દેશે અને મિડીયાને નવું આયામ આપશે. મોબાઈલ-ઈન્ટરનેટમાં પણ ક્રાંતિ લાવશે આજે 2G-3Gમાં કાચબાગતિએ ચાલતું ઈન્ટરનેટ 12MBPS ની સ્પીડ ઉપર દુબઈ-અમેરીકાની જેમ ભારતમાં પણ ચાલતું થઈ જશે તેમાં કોઈ બે મત નથી. સ્વાભાવિક છે આ બદલાવ સાથે ભારત નજીવાદરે એક કલીક સાથે વિનાવિઘ્ને દુનિયાના કોઈપણ ખુણા સાથે જોડાઈ જશે અને તેનો વ્યાપાર વ્યવહાર પણ કરી શકાશે.
સરવાળે એ ક જ વાત સ્પષ્ટ થાય છે કે, મોદી સામે અત્યાર સુધી આશિર્વાદ અને બ્રહ્માસ્ત્ર તરીકે સોશ્યલ મિડીયાનો ઉપયોગ કર્યો છે તે આગામી સમયમાં પણ તેની સાથે જ રહે છે, સાથે ન પણ રહે તોપણ ચાલશે પણ વિરુધ્ધમાં ન થાય તેની ખાસ તકેદારી રાખવી પડશે. જો એક વખત તેના વિરોધીઓએ આ માધ્યમને મોદીની વિરુધ્ધ કરી દીધું પછી દુનિયાની કોઈ તાકાત તેને રોકી નહીં શકે. અને આ વાત મોદી અને વિરોધી બંને સારી રીતે જાણતા હશે. આથી મોદી સોશ્યલ મિડીયાને હંમેશા તેની સાથે રાખશે તેના દેશ વીદેશ ના નાનામા નાના સમર્થક સાથે તે હર હંમેશ જોડાયેલ રહેશે જ અને તેની દરેક વાતને ધ્યાનમાં લેશે. અને હંમેશા તેના સંપર્કમાં રહેશે તો જ તે આગામી ૧૦ થી ૧૫ વર્ષ સુધી આ કેન્દ્રની સરકાર ચલાવી શકશે અને દેશ ને એક ભ્રષ્ટાચાર મુક્ત,સુશાસન આપી શકશે.
http://www.akilanews.com/20052014/rajkot-news/1400585843-25611
http://www.akilanews.com/20052014/e-paper/rajkot-city/e-paper-12