ડીજીટલ માર્કેટીંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી.

imagesડીજીટલ માર્કેટીંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી..

મિત્રો આજના આ વિશેષ યુગમાં ડીજીટલ માર્કટીંગ કેવી રીતે કરવું અને તેમાં શું શું ધ્યાનમાં લેવાથી તે વધુ અસરદાર સબિત થાય તેની ચર્ચા કરીશું. આ ડીજીટલ માર્કેટીંગ કરતી વખતે કેમ કન્ટેન્ટ (વાકય રચના) બનાવી તેને વધુંમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તેનું જ્ઞાન આજે આપણે લઈશું. ડીજીટલ માર્કેટીંગ મુખ્ય પાંચ સ્તંભ પર હાલ ટકેલ છે. જેમાં ગુગલ એનાલીસ્ટીક  અને સર્ચ એન્જીન ઓપ્ટીમાઈઝેશન ત્યારબાદ આવેલ છે. ઈફેકટીવ કન્ટેન્ટ ક્રિએશન… ત્યારબાદ આવે છે. સોશિયલ મિડીયા માર્કેટીંગ અને અંતમાં આવે છે. રેપ્યુટેશન મેનેજમેન્ટ… વિસ્તારથી સમજીએ તો કોઈપણ ધંધા રોજગાર કે વ્યક્તિગત સંસ્થાકીયલોકોને તેનું ડીજીટલ માર્કેટીંગ કરવાનું થાય ત્યારે સૌપ્રથમ તેની જરૂરિયાત છે. એક વેબસાઇટ અને હાલના સમયમાં મોબાઈલ એપ પણ વેબસાઈટ જો ન હોય તો દરેક લોકો કે કંપનીઓને વહેલા મોડી બનાવવી જ પડશે. તેનો કોઈ વિકલ્પ નથી. તેવી રીતે મોબાઈલ એપ્લીકેશન બનાવવી એટલી જ જરૂરી છે હાલના સમયમાં. જો એકવાર વેબસાઈટ તૈયાર થઈ જાય તો તેનું પર્ફોમન્સ જોવા માટે જરૂરી છે ગુગલ એનાલીસ્ટીકસ તેનાથી આપણી વેબસાઇટ કોણે જોઈ, કેટલી વાર જોઈ, કઈ વસ્તુ જોઈ, કયા સમયે વધારે જોવાણી જેવી આવી ઝીણવટ ભરી માહિતી ગુગલ આપણને શોધી આપે છે. આ મળેલા રીઝલ્ટ દ્વારા આપણને આપણી વેબસાઈટ કઈ રીતે વધુ સરસ બનાવવી અને કયાં કયાં પાસા ઉપર વધારે ધ્યાન આપવું તેની માહિતી મળે છે. ત્રીજો મહત્વનો ભાગ છે કન્ટેન્ટ ક્રિએશન…કન્ટેન્ટ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. (૧) કંટેન્ટ  રીવીટીસ્ટ અને (૨) કંટેન્ટ ઈનમોશન કંટેન્ટ ડેરીવીટીસ અને ટ્રેડીશનલ મીડીયામાં અને ઈનટ્રેકટીવ મીડીયા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે વાઈટપેપર,પીપીટીસ, ઈન્ફો ગ્રાફીકસ, વેબ બેનર, વીડીયોસ, ઈબુકસ, મોબાઈલ એપ્લીકેશન, ડેટા ફાઇલ, સ્કાઈ ડ્રાઇવ વગેરે સુધી સિમિત રહે છે. અને તેની સાઇઝ મોટી હોય છે. જ્યારે કંટેન્ટ ઈન મોશનને જોઈએ તો તેમાં વેબ સાઈટ લીંક, બેનર એડવર્ટાઈઝીંગ, પેઈડ સર્ચ, ટ્રેડીશનલ એડવર્ટાઈઝીંગ જોવા મળે છે. આ ઉપરાંત હાલના સમયનો કંટેન્ટ નો ભાગ છે. “સોશિયલ મીડીયા” જેમાં મુખ્યત્વે ફેસબુક, ટવીટર, લીંકડઈન અને વેબસાઈટ લીંક, યુ ટયુબ લીંક અને સ્લાઈડ શેર પોસ્ટ હોઈ શકે છે. લીંકડીન ડીસ્કશન ગ્રુપ પણ ઉપયોગમાં લેવાય છે. કંટેન્ટ લખતી વખતે એક જ વાત ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. તમને ગમે છે તેવું ન લખવું. પણ તમારા વાંચકોને ગમે તેવું લખાણ હોવું જરૂરી છે.

ડીજીટલ માર્કેટીંગ નો એક મહત્વપૂર્ણ ભાગ છે. SEO (સર્ચ એંજીન ઓપ્ટીમાઈઝેશન) હાલના થોડા સમયથી આ શબ્દ થોડો ઓછો કાને અથડાઈ છે. પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી આજ એસ. સી. ઓ. ની મોટી બોલબાલા હતી અને જો કે આજે પણ છે જ. SEO ને સમજવું આમ તો ખૂબ જટિલ છે. પણ સામાન્ય સમજ પ્રમાણે જોઈએ તો આપણું નામ કે કંપનીનું નામ ગુગલમાં સર્ચ કરતા પ્રથમ હરોળમાં બને તેટલું ટોપ ઉપર આવે અને આ લઈ આવવા માટેની પ્રક્રિયા એટલે એસ. સી. ઓ. પણ એસ. સી. ઓ. ના જાણકારો કહે છે અને ગુગલ એકસપર્ટ પણ કહે છે તેમ પ્રથમ પેઈજમાં ૮ થી ૧૦ નામ જ જોવા મળે છે અને દરેક શબ્દ તેમાં સમાવી શકાતો નથી આ ૮ – ૧૦ સિવાયના નામ બીજા ત્રીજા એમ પાછળના ક્રમ હોય છે. અને ગુગલ પર સર્ચ કરતા લોકો હંમેશા પ્રથમ પેઈજ પર આપેલ માહિતીના આધારે જોઈતી માહિતી મેળવી લેતા હોય છે. આમ, માત્ર ૬% લોકો સુધી જ એસ. સી. ઓ  દ્વારા પહોંચી શકાય છે જે આગળના પેઈજ પર જોઈને માહિતી શોધે છે. બાકીના ૯૪% પ્રથમ પેઈજ થી આગળ વધતા નથી.

હવે વાત સોશિયલ મીડીયાની કરીએ તો ડીજીટલ માર્કેટીંગનો હાલમાં મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. અને આપના કંટેન્ટને ખૂબ જ પ્રચલિત અને પ્રખ્યાત બનાવી દે છે. આને માટે આપણે ફેસબુક, ટવીટર, લીંકડીન, ઈનસ્ટાગ્રામ, યુ ટયુબ, ગુગલ પ્લસ જેવી સોશિયલ ચેનલ્સને પસંદ કરવાની હોય છે. અને ક્યા દિવસે અને કેવા સમયે બધુ વાઈરલ કરવું તે પણ એટલું જ મહત્વનું હોય છે. સોશિયલ મીડીયામાં માર્કેટીંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એ હોય છે કે આપ ફોલોબેક આપતા રહો અને ઈન્ટરેકટ કરતા રહો “કીપ ધ સોશિયલ ઈન સોશિયલ મિડીયા” ટવીટરમાં ૧૦૦ કેરેકટર થી જો ઓછું લખાણ હોય તો તે ૧૭% વધારે એંગેજમેન્ટ મેળવે છે. વધારે પડતી આપની વેબસાઈટ કે કંટેન્ટને શેર કરવું ન જોઈએ અને કોમેન્ટ કે મેસેજમાં આવેલા નેગેટીવ કે પોઝીટેવ કવેરીના ફીડબેક આપવા જોઈએ. ઓલ એન્ડ ઓલ લાસ્ટમાં ડીજીટલ માર્કેટીંગ થકી આપની કે આપના બિઝનેશની રેપ્યુટેશન બીલ્ડ થવી જોઈએ. અન્ય હરીફ કંપનીઓથી આપ આ ક્ષેત્રમાં બે ડગલા આગળ છો તેવો આભાષ ડીઝીટલ માર્કેટીંગ કરતી વખતે ઉભો થવો જોઈએ. વાત કંટેન્ટ ક્રિએટ કરવાની કરીએ તો કંટેન્ટ હંમેશા ઓરીજનલ હોવો જોઈએ. તેમની હેડ લાઈન ખુબ જ એટ્રેકટીવ હોવી જોઈએ. ૮૦% માત્ર આપણી હેડલાઈન જોઈને ન આગળ વધવાનું પસંદ કરે છે. ૨૦% લોકો જ સંપૂર્ણ વાંચતા હોય છે. કંટેન્ટ ઈમેજ સાથે એકશનમાં હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. વધુ અસરકારક બનાવવા માટે આકર્ષક ઈમેજ તથા સુંદર વિડીયો બનાવી શકાય. અને સોશિયલ મીડીયામાં ચાલતા ટ્રેન્ડને ટ્રેક કરીને વાઈરલ કરવા જોઈએ. આપના કંટેન્ટને ટ્રેન્ડસ માટે મુખ્યત્વે ટવીટર, ઈનસ્ટાગ્રામ, ફેસબુક, ગુગલ પ્લસ નો અભ્યાસ કરી લેવો જોઈએ. આપે કરેલ પોસ્ટની રીચ કેટલી થઈ અને આપનું કેટલું માર્કેટીંગ થયું છે તે જોવા માટે આ ગુગલ એનાલીસ્ટીક માં યુ. આર. એલ. ટ્રેકીંગ, ઈવેન્ટ ટ્રેકીંગ, ગોલ કન્વર્સવસ અને ફેસબુક ઈન માઈટસ, ટવીટર એનાલીસ્ટીક અને ઓપન સાઈટ એકસપ્લોલટ નો ઉપયોગ કરી શકો. આવી રીતે આપ ડીજીટલ માર્કેટીંગમાં કદમ રાખીને સાવ નજીવા ખર્ચે આપના ધંધા રોજગારને કે ખુદની બ્રાંન્ડને વિશ્વ પ્રસિધ્ધ કરી શકો છો. જરૂર પડતી હોય છે માત્ર થોડા સમયની અને થોડી વ્યવસ્થિત માહિતીની તો નાના માટે હજારો સાઈટ આપને માર્ગદર્શન આપવા માટે હંમેશા તૈયાર હોય છે. આપે માત્ર સાચુ માર્ગદર્શન મેળવી અને વ્યવસ્થિત પ્લાન બનાવી તેનું ઈમ્પ્લીમેન્ટ કરવાનું હોય છે. તો હવે રાહ શું જોવો છો આજે જ આપનું ફેસબુક આઈડી – ફેસબુક પેઈજ – ટવીટર હેન્ડલ – લીંકડીન – ગુગલ અને ઈનસ્ટાગ્રામ ખોલી નાખો એ પહેલા કે કોઈ તમારૂ યુઝરનેઈમ લઈ લે. વેબસાઇટ ના હોય તો આજે જ બનાવરાવી લો અને આજના સમયમાં આના વિના બિલકુલ ચાલવાનું નથી. જો આપ પાછળ રહેશો તો ફલીપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ આપના રોજગાર ધંધાને ખૂબ મોટો આંચકો આપશે. માટે સમય સાથે તાલ મેલાવીને આપના બિઝનેશના શકય હોય તેટલું ડીજીટલ બનાવી તેનું ડીજીટલ માર્કેટીંગ જાતે જ શરૂ કરી દેવું જોઈએ.

સંજય રાઠોડ

પી.આર. કન્સલ્ટન્સી

મો.૯૪૨૭૭૩૮૬૪૮

www.sanjayrathod.com

Please Leave a Reply for this

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.