રાજકોટ મુકામે ગુજરાતીટીવી ખાતે પોકશો ફોટો કોન્ટેસ્ટના વિનરને ઈનામ વિતરણ પ્રસંગે તમામ સ્પર્ધક કે જેઓ ૧ થી ૧૦ ક્રમે આવેલા હતા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને આયોજકો તેમજ સ્પોન્સર્સ પણ વિશેષ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા રાજકોટ જેવા સોશિયલ મિડીયા ક્ષેત્રે ખુબ નાનું કહી શકાય તેવા શહેરમાં આવી ઈન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાને આટલું જબ્બર પ્રોત્સાહન મળ્યું અને ૨૦૦ થી વધુ લોકોએ પોતાના બ્લેક ફી માં ફોટોગ્રાફ્સ અપલોડ કરીને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો તે સમગ્ર રાજકોટની સોશિયલ મિડીયા પ્રિય જનતા માટે ખુબ જ આનંદ અને ગર્વનો વિષય છે ભવિષ્યમાં પણ આવી ઈવેન્ટસ વધુ ને વધુ યોજાય તેવો ગુજરાતીટીવી અને એસ. એમ. એમ. એસ. રાજકોટનો પ્રયત્ન રહેશે અને આવું આયોજન કરનાર તમામ આયોજકોને અમારો સંપૂર્ણ સાથ અને સહકાર હંમેશા રહેશે.
તમામ વિજેતાઓને ગુજરાતીટીવી પરિવારના ખુબ ખુબ અભિનંદન
ભવિષ્યમાં તેઓ વધુ ને વધુ પ્રગતિ કરે તેવી અમારી હાર્દિક શુભેચ્છા
માધવ જસાપરા (સી. ઈ. ઓ. ગુજરાતીટીવી)
સંજય રાઠોડ (સોશ્યલ મિડીયા ડાયરેકટર, પી. આર. કન્સલટન્સી, રાજકોટ)