અવાર – નવાર પ્રતિબંધિત થતા ઈન્ટરનેટ ઉપર યુવાનોની આકરી પ્રતિક્રિયા

 c1c982ad70908343e87241651817c91aહાલના સમયમાં આપણે સૌ કોઈ ગુજરાત વાસીઓ અનામત આંદોલનના પડછાયા નીચે વારંવાર આવી રહ્યા છીએ. અને ગુજરાત સરકાર દ્વારા વારંવાર બંધ કરી દેવામાં આવતી ઈન્ટરનેટ સેવા પણ આપણા જીવનમાં એટલી જ પ્રભાવ પડી રહી છે. યુવાનો અને નેટથી ચાલતા ધંધાદારીઓ સરકારના આ નિર્ણય સામે આગ બબુલા બની ગયા છે. અને તેમની આકરી પ્રતિક્રિયા પોત પોતાની સોશિયલ ચેનલ્સમાં અને વોટસએપ માં આપી રહ્યા છે. યુવાનો સરકારના આ નિર્ણયને મજાક બનાવીને તેની હાંસી ઉડાવી રહ્યા છે. ત્યારે સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઈ અને નેટ સેવા બંધ કરતા પહેલા વિચારવું રહ્યું.

આજે આપણે સોશિયલ મીડિયાના અવાજને વાંચા આપવાની કોશિશ કરીશું. જ્યારે જ્યારે નેટ બંધ થયું અને ફરીથી ચાલુ કરવામાં આવ્યું ત્યારબાદના જે પડઘા પડયા તેની અસર કેટલે ઊંડે સુધી યુવાનોના માનસ પર પડી તેની વાત કરીશું. યુવાનોએ કેટલી આકરી પ્રતિક્રિયા આપી તેનો અભ્યાસ તેની પોસ્ટ અને તેઓના ટવીટ વિશે આપણે આજે વાત કરીશું. સર્વપ્રથમ ૨૫ મી ના રોજ અમદાવાદ ખાતે જે ઘટનાક્રમ બન્યો અને બીજા દિવસથી જ્યારે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી ત્યારે તો લોકોને ખાસ નવાઈ નહોતી લાગી અને સરકારને આ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થવા માટે યુવાનો પણ મદદ કરી સ્થિતિને શાંત કરવા માટે ૨–૩ દિવસ નેટ બંધ થાય તો કંઈ વાંધો નહી એવું વિચારીને સહકાર આપેલ અને પરિણામ પણ પોઝીટીવ જ આવ્યા પરંતુ ત્યારબાદ જ્યારે બીજી વખત હાર્દિકની અટકાયત થઈ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી ત્યારે યુવાનોને આ વાત બિલકુલ ગળે ન ઉતરી. બધાને લાગ્યું કે આ તેમની વાણી સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવી રહી છે. અને સાવ મનમાનીથી તકલધી નિર્ણય કરીને નેટને બંધ કરવામાં આવી રહ્યું છે. કદાચ એટલા માટે જ પ્રથમ રાજકોટમાં ૭ દિવસ સુધી ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવેલ જો કે કોઈ અનિચ્છનીય બનાવ નહી બનેલ એટલે ૨૪ કલાકમાં જે ફરીથી નેટ સેવા બહાલ કરી દેવામાં આવેલ…!!0bef09e97336c5dd9fb1457ccf48acc4

જ્યારે નેટ બંધ કરવામાં આવેલ ત્યારે યુવાનો અને ઈન્ટરનેટના યુઝર્સ દ્વારા આકરા પ્રતિભાવિઓ આપવામાં આવેલ નેટ શરૂ થતાની સાથે જ લોકો એકબીજાને દીપાવલીની શુભકામનાઓ પાઠવવા લાગેલ અને જણાવેલ અગાઉથી દીપાવલીની શુભકામના આપી દઉ છું ખબર નહી ક્યારે નેટ બંધ થઈ જાય.!! આવા જ રમૂજ ભર્યા ટવીટ અને પોસ્ટથી બધાની વોલ અને ઈનબોકસ ઉભરાવવા લાગ્યા હતા. કોઈ યુઝરે ૭ દિવસનો શોક પાડેલ. તો કોઈએ સરકારને અવસરવાદી ગણાવી
દીધી અને આડકતરી રીતે આ આંદોલનને વધુ તાકાત આપવાનું કામ કર્યુ એવુ કહી શકાય એમ કહેતા જોવા મળ્યા. તો રાજકોટના આનંદ રંગપરા લખે છે કે “થેન્કસ ટુ ગુજરાત સરકાર કે જેમણે ત્રિજી જાતી /ન્યુટર જેન્ડર નું નામ છે. તેની પાછળ આજે “બેન” લગાડી શકાય છે  ;  “ ઈન્ટરનેટ બેન ” , ઘણા યુઝર્સ એ એવી પણ પ્રતિક્રિયા આપી છે કે ” પાટીદાર અનામત આંદોલન” નહી પણ “અનામત હટાવો આંદોલન” કરો. કોઈ હિન્દીમાં કટાક્ષ કરતા લેખે છે કે, – “યહા નેટ બંધ હો જાતા હૈ બાત બાત મે, કુછ દીન તો ગુજારી એ ગુજરાત મેં…!! ” .  કૌશલ ગજ્જર ટવીટ કરતા લખે છે કે, “હવેથી મહેરબાની કરીને કોઈએ “અનામત” અંગેના મેસેજ કરવા નહી જેમ તેમ કરીને નેટ ચાલુ કરાવ્યું છે…!!” એક યુઝર્સ તો ત્યાં સુધી લખે છે કે, “છેલ્લા સાત દિવસના અભ્યાસ પછી ડોકટર્સ અને સાયન્ટીસ્ટો એક આશ્ચર્ય જનક તારણ પર આવ્યા છે કે ઈન્ટરનેટ વગર કોઈ મરી જતું નથી…!! ” તો વળી અમદાવાદના નીલ પટેલ લખે છે કે – “આટલા દિવસો ઈન્ટરનેટ અને મેસેજ બંધ કરાવ્યા તે બદલ સરકારનો આભાર માનીએ છીકે કારણકે,

(૧) અમોને એ વાતનો અહેસાસ કરાવ્યો છે કે, સરકાર સર્વોચ્ચ છે અને અમારી દુખતી રગ તેના હાથમાં છે..!

(૨) આટલા દિવસોમાં અમને એ વાત જાણીને ખુશી થઈ કે અમારા મોબાઈલની બેટરી ખુબ પાવરફુલ છે..!

(૩) અમોને એ પણ જાણવા મળ્યું કે ઈન્ટરનેટ અને મેસેજ સિવાય પણ જીવનમાં કરવા જેવા ઘણા કામો છે..!

(૪) અમે અમારા ઘરના લોકો અને પરીવાર ના સભ્યો સાથે મુલાકાત કરી ત્યારે જાણવા મળ્યું કે એ લોકો પણ બહુ સારા છે,

તો યુવા મોરચા ગુજરાત પ્રદેશના મહામંત્રી હિતેષભાઈ પેટેલે ટવીટ કર્યું છે કે, “ગઈકાલે જે પટેલ સમાજ ઊંચ્ચા દેખાવાની ફેશનમાં વ્યસ્ત હતા. તે આજે સૌથી પાછળ ( પછાત ) હોવાથી સ્પર્ધા કરી રહ્યા છે.” આમ સરકારના બચાવમાં પણ ભાજપના કાર્યકર્તાઓ લાગી ગયા હોય અને નેટ પર ચાલી રહેલા વોર માં ડેમેઝ કંટ્રોલ કરતા નજરે પડી રહ્યા હતા. નેટ બંધ થયું ત્યારે ટવીટર પર ઘણા બધા હેસટેગ ખુબ જ ટ્રેન્ડ કર્યા હતા જેમાં મુખ્યત્વે #anamat, #BenDontBanInternet, #netBan, #StatInternetBan જેવા હેસટેગ સાથે સોહન જૈન લખે છે કે – “ જો જો જરા કયાંક અનામત નાબૂદ કરતા કરતા, ગુજરાતમાંથી ઈન્ટરનેટ જ નાબૂદ ન થઈ જાય..!! ” , તો દિપેજ ભાટીયા લખે છે કે, “હાર્દિકના બર્થડે ને “NO Internet Day” તરીકે જાહેર કરી દેવો જોઈએ..!! ” અમદાવાદના ધ્વનીત લખે છે કે – “પહેલાના સમયમાં લોકો પૂછતા હતા કે, તમારે ત્યાં લાઈટ છે ? લાઈટ આવી?, જ્યારે આજના સમયમાં પૂછે છે કે તમારે નેટ ચાલુ છે? 3G આવ્યું? ” તો લોકો કટાક્ષમાં એવું પણ લખી રહ્યા છે કે, “નેટ બંધ છે, પાછો રવિવાર છે, બહાર વરસાદ પણ જોરદાર છે,  હે.. કુદરત તું આટલી બધી ક્રુર ના બન..!! ”.  વળી એક મહાશય જોકસ કરતા કરતા લખે છે કે, “યાર જો તો ખરા ક્યું સ્ટેશન આવ્યું. અંધારામાં ખબર નથી પડતી? તો બિજા મિત્રએ જવાબ આપ્યો તારો મોબાઈલ જોઈલે નેટ છે? તો મિત્રએ જવાબ આપ્યો ના નથી, તો સામેના મિત્રએ કહ્યું, અરે યાર નેટ નથી ને તો આપણે ગુજરાત પહોંચી ગયા છીએ..!! ” તો ફાલ્ગુની વસાવાડા ઓઝા લખે છે કે, “ફલીપકાર્ટ , સ્નેપડીલ , મયંત્રા, ખુબ જલ્દીથી ગુજરાતમાં તેમના સ્ટોર ખોલશે કારણકે વારંવાર નેટ બંધ હોય છે..!! ”.  એક મિત્ર મુખ્યમંત્રી અનંદીબેન પટેલ ને પુછે છે કે, આવી રીતે શું ચુંટણી વખતે પણ ૧૦-૧૫ દિવસ માટે તમે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેશો ? કોઈ લખે છે કે  ” નેટ પર પ્રતિબંધ જેવા પગલાથી ગુજરાત નોર્થ કોરીયા બની રહ્યું છે.” તો કોઈ લખે છે કે ગુજરાતની તમામ સમસ્યાઓનો ઉકેલ “ઈન્ટરનેટ બેન હોય તેવું સરકાર માને છે, એવી છાપ લોકોના માનસ પર પડી રહી છે. લોકો અંતમાં કહે છે કે, ” હવે જો ઈન્ટરનેટ બંધ થાય તો બધા ફરીથી પોસ્ટકાર્ડ અને પત્રો લખવા માંડજો..!! “.

આમ ગુજરાતમાં ઈન્ટરનેટ બંધ થયું તેમાં કકળાટ મચી ગયો અને લોકોને કોમેન્ટસ કરવાનો વિષય મળી ગયો જો કે આપણે ગુજરાતમાં ઘણું સારુ છે. અહીં માત્ર નેટ જ બંધ થાય છે. યુ. પી., બિહારમાં તો લાઈટ જ જતી રહે છે. એ પણ કોઈ તોફાન વિનાજ !! પરંતુ દરેક નેટ રસિયા કલ્પના કરી શકે છે કે નેટ બંધ હોય તો જાણે બધા પરેશાન હોય છે, વાંકાં ચુંકા થઈ જાય છે. ઉંચા નીચા થવા લાગે છે. રાતના ઉઠી ઉઠીને જોયા કરે છે. નેટ ચાલુ થયું કે નહી..!! ૧૫ દિવસના ભુખ્યા રહીને ઉપવાસ કરી શકશે પણ નેટ વિના ૧૫ દિવસ જીવી નહી શકે..!!  આમ સરકારનો એક જોતા આપણે આભાર માનવો જોઈએ કે યુવાનોને નેટ વિના રહેતા શીખવી દીધુ. ઘણાના માનસમાં એવી પણ અસર પહોંચી છે કે, “બેકવર્ડ” થવાના આંદોલનમાં આપણું ગુજરાત “ફોરવર્ડ” થતું બંધ થઈ રહ્યું છે.!! જેમને માત્ર ચેટ કરવાની આદત હતી તેમણે ફરજીયાત કોલ કરવા પડયા હતા.!! તો ઘણાં “ફેસબુક લવરીયા” પોતાની ગર્લફ્રેન્ડના જુના ફોટા પોતાના મોબાઈલમાં સેવ કરેલા હતા. તેને લાઈક કરવાની કોશિષ કરી રહ્યા હતા!! ઘણાની આંગળીઓ કસરતના અભાવે દુખવા લાગી હતી તો ઓનલાઇન તિનપતી રમતા યુવાનોને રીયલમાં પૈસા મુકીને તિનપતી રમવું પડયું હતું..!! જો કે ઘણા ખરા યુવાનોને નેટ બંધ થવાથી એ જાણવા મળ્યું હતું કે તેના ઘરનો રસ્તો દુર થી કેવો સુંદર દેખાય છે..!! ઘણા બધાને ન્યુઝ પેપરમાં કેટલું બધુ સરસ જણવા લયક લખેલ હોય છે, એ જાણવા મળ્યું હતું..!! અને રસપ્રદ બાબત એ રહી હતી કે વડીલોને છાપા વાંચવા ન મળે ત્યારે એમને જે કબજીયાતની તકલીફ થાય છે એવી જ કબજીયાત ની અસર ગુજરાતના હજારો યુવાનોએ નેટ બંધ હતું ત્યારે અનુભવી હતી.

ખેર આખરે નેટ ચાલુ થઈ ગયું અને ઘીના કામમાં ઘી પડી ગયું. યુવાનો ફરી પોતપોતાની મસ્તીમાં ગળાડુબ થઈ ગયા અને “નેટ પ્રતિબંધ” નો જલદ વિષય પટલ પર રહી ગયો હવે વિશ્વેશકો આના ઉપર ચર્ચા કરી રહ્યાં છે કે આ પગલે કેટલું વ્યાજબી અને ક્યારે ઉપયોગી છે અને કેટલુ બિનુપયોગી . અને આના આગામી પરિણામો કેવા આવી શકે છે, તે વિષય ઘણો ઊંડો છે જેટલું લખી તેટલું ઓછું પડે પરંતુ

મારી વાતને અહીં આરામ આપીશ. ફરી જો નેટ બંધ કરવાની નોબત આવશે તો આગળ લખીશ. પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે હવે ઈન્ટરનેટ બંધ કરાવાની જરૂર જ ના ઊભી થાય..! ગુજરાત શાંતિ માટે સમગ્ર વિશ્વ માં જણીતુ છે, તેની આ ઇમેજ કાયમ રહે તેવી પ્રભુને પ્રર્થના.

સંજય રાઠોડ

પી.આર. કન્સલ્ટન્સી

મો.૯૪૨૭૭૩૮૬૪૮ 

http://www.sanjayrathod.com

Please Leave a Reply for this

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.